આપણું પર્યાવરણ હવા,પાણી અને ભૂમિ જેવા પ્રાકૃતિક સ્ત્રોતોનું બનેલું છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ પણ આપણા પર્યાવરણના અગત્યના ઘટકો છે.  તાજી હવા,શુધ્ધ પાણી, ફળદ્રુપ જમીન અને આપણી આસપાસનું સ્વચ્છ વાતાવરણએ સારા અને સ્વસ્થ પર્યાવરણનાં ચિન્હનો છે. પરંતુ હવા પાણી અને જમીનના પ્રદુષણની સમસ્યાઓના કારણે આપણા પર્યાવરણ પર દિવસેને દિવસે માઠી અસર થઇ રહી છે. જંગલોનો વિનાશએ પણ એક મુખ્ય કારણ છે જેને લીધે આપણું પર્યાવરણ જોખમમાં છે.આપણા બધા દ્વારા જરૂરી પગલા લેવા જોઈએ જેથી કરીને પર્યાવરણને બચાવી શકાય. આપણે વધુને વધુ વૃક્ષો વાવવા અને તેની જાળવણી કરવી જોઈએ જેથી કરીને હવાની ગુણવત્તામાં સુધારો લાવી શકાય. વૃક્ષોના જતન માટે શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર,અમરેલી દ્વારા વૃક્ષોની જાળવણી અભિયાન કરવામાં આવે છે.